Saturday 17 December 2016

વ્હાઈટ નાઈટ્સ - ફ્યોદોર દોસ્તોયેવસ્કી




પ્રેમ, સપનાઓ, એકલતા, યુવાની, ઈન્તઝાર, જિંદગી... મહાન રશિયન સાહિત્યકાર ફ્યોદોર દોસ્તોયેવસ્કીની આ વાર્તા સાહિત્યજગતમાં ખૂબ જ આદરપૂર્ણ સ્થાન પામેલ છે. રશિયાનાં સેન્ટ પિટર્સબર્ગમાં રહેતો હીરો એકલતાથી પીડાય છે, અને એક ખૂબસુરત રાતે એક છોકરીને મળે છે, અને બંનેની એકબીજાને જાણવાની પ્રક્રિયાની વાત કરતી આ વાર્તા ચાર રાતો સુધી ચાલે છે, છોકરીને એ જગ્યાએ આવવું પડે એમ જ છે, કારણ કે એ કોઈની રાહ જુએ છે...

પ્રેમની દિવાનગી કેટલી હદ સુધી હોઈ શકે? કેટલી હદ સુધી રાહ જોઈ શકો? અને સામેનું પાત્ર પણ એ પ્રેમનો સ્વીકાર કરશે જ એવું કેમ માની લેવાય? હું કોઈ પણ પોસ્ટ સાહિત્ય વિશે લખવા બેસુ એટલે વધારે મૂંઝાઈ જવાય છે, કારણ કે મારે સ્ટોરી કહેવી હોતી નથી, મારે એ કેમ વાંચવું જોઈએ એના વિશે કહેવું હોય છે, પણ આ વાર્તા કેમ વાંચવી એની માટે શબ્દો નથી, જો તમને કલા ગમતી હોય અને સારુ વાંચવાનો શોખ ધરાવતા હો અને જો પોસ્ટમાં લખેલી પહેલી લાઈન ગમી હોય તો વાર્તા વાંચવી જ વાંચવી... 

બોલીવુડમાં આ વાર્તા પરથી બનેલી ફિલ્મો: 


છલિયા (૧૯૬૦‌)

ડિરેક્ટર - મનમોહન દેસાઈ



આહિસ્તા આહિસ્તા (૨૦૦૬)

ડિરેક્ટર - શિવમ નાયર



સાવરિયા (૨૦૦૭)

ડિરેક્ટર - સંજય લીલા ભણસાલી



ફ્યોદોર દોસ્તોયેવસ્કી

'સાવરિયા' ફિલ્મ માટે લખેલી પોસ્ટ વાંચવા અહીં ક્લિક કરો: સાવરિયા

No comments:

Post a Comment