Saturday 3 December 2016

આગન્તુક - ધીરુબહેન પટેલ




જો ક્યારેય પણ એવું થાય તો કે જે જિંદગી જીવો છો એવી હવે નહીં જીવવાની, એનાથી એકદમ વિપરીત પરિસ્થિતિ, જુદી જ જગ્યા, એકદમ જ અલગ લોકો અને તમને લાગે કે તમારી તો દુનિયા જ બદલાઈ ગઈ, અહીંના લોકો તમારા જેવાં નથી, એ લોકોનો જીવન વિશે ખ્યાલ અલગ છે, જીવન જીવવાની રીત અલગ છે, અને તમે ઊભા છો એ જગ્યા પર જ્યાંથી ક્યાં જવું, આગળ શું કરવું એ ખબર નથી, તો? આનાથી પણ વધારે વિચારશીલ અને ગંભીર સ્થિતિ છે નોવેલનાં મુખ્ય પાત્ર ઈશાનની. એને નથી ખબર નવી જિંદગી કઈ દિશામાં આગળ વધશે, શું કરશે એ આ નવી દુનિયામાં અને એની બીજા લોકો સાથે સેટ થવાની મથામણ એટલે આ નોવેલ, તમને કદાચ કઈ જ સમજાતું નહીં હોય કારણ કે મારે સ્ટોરી જાહેર નથી કરવી! 

તમને ક્યારેય પણ એમ લાગ્યું હોય કે આ દુનિયા તમારે માટે નથી, તમે એકદમ અલગ છો, તમારા વિચારો બીજા આસપાસનાં લોકોથી અલગ છે, એ લોકો તમને સમજી શકતાં નથી તો તમારે આ નોવેલ વાંચવી જ જોઈએ, જીવન કેમ જીવો છો એનો મર્મ સમજાઈ જશે, ધીરુબહેન પટેલની આ નોવેલને ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો છે, અને કાલે જ આ નોવેલ ચોથી કે પાંચમી વાર વાંચી અને વિચારો મજબૂત થયાં કે કોઈ ન સમજે તો કંઈ નહીં આપણે પોતાની જાતને સમજીએ એ બહું જ છે, આ વાક્ય સાથે જે લોકો સહમત થયાં હોય એમણે આ નોવેલ વાંચવી જ રહી! 

ધીરુબહેન પટેલ


No comments:

Post a Comment