Monday 27 February 2017

રંગૂન (૨૦૧૭)



મેં વિચાર્યુ હતું કે હું આ ફિલ્મ વિશે પોસ્ટ જ નહીં લખુંકારણ કે થિયેટરમાંથી બહાર નીકળ્યા પછી ફિલ્મ કેવી હતી એ વિશે કોઈ પૂછે તો મારો ફક્ત એક મત હતો કે મને ફિલ્મ ગમી. મને સહેજ પણ લાંબી ન લાગી. મને તો ખ્યાલ પણ ન આવ્યો કે ફિલ્મ આટલી લાંબી હતી. પણઆ સિનેમા ખૂબ ઓછા લોકોને પચશે. હું આ ફિલ્મ કોઈને પણ જોવા માટે ભલામણ નહીં કરુ કેમ કે ઘણા લોકો આ ફિલ્મની અંદર કંટાળી જશે એ પાક્કુ! આ 'માસ'  નહીં પણ 'ક્લાસ' સિનેમા છે! નીચે લખેલો ફકરો ફિલ્મની વાર્તા નથી કહેતો, ફકત મને ખૂબ જ ગમેલા ફિલ્મનાં અમુક સીન્સ...

જુલિયા અરીસામાં જોઈ રહીને પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરે છે. રુસ્તમની આંખોથી આપણે નવાબ મલિક અને જુલિયાના કપડાં તેમજ ગરદન પર ચોંટેલી દરિયાની રેતી જોઈએ છીએ. નવાબ પોતાના હાથ પર સળગતી મીણબત્તીનું મીણ ઝીલે છે. જુલિયા અને જાપાનીઝ સૈનિક બંને અનુક્રમે હિન્દી અને જાપાનીઝ ભાષામાં પોતપોતાની અંગત વાતો કરે છે, બંને એકબીજાની વાત સમજતાં નથીપણ ફક્ત બોલ્યે રાખે છેબંને ભાષા જાણતો નવાબ મલિક એમની નિર્દોષતા અને મૂર્ખામી પર મંદ મંદ હસે છે. સુંદર જંગલોદરિયો અને મોટા સેટ્સ તેમજ ૧૯૪૩નાં સમયની ભારત આઝાદ થયાં પહેલાની સ્થિતિલોકોની માનસિકતા અને યુધ્ધએ વસ્તુઓની વચ્ચે ત્રણ પાત્રોની જિંદગી અને પ્રેમત્રણેય પાત્રોની વચ્ચે જોડાણ બનતો પુલઆ છે વિશાલ ભારદ્વાજની 'રંગૂન'... 

No comments:

Post a Comment