Thursday 16 February 2017

માન્ચેસ્ટર બાય ધ સી (૨૦૧૬)



એક માણસને આપણે સ્ક્રીન પર જોઈએ છીએ, એ રસ્તા પરનો બરફ સાફ કરે છે, લોકોને ત્યાંથી કચરો ઉઠાવીને ડસ્ટબિનમાં નાખે છે, એ છે આપણો આ ફિલ્મનો હીરો, લી ચેન્ડલર (કેસી એફ્લેક) બહારના દેશોમાં ઘણી વખત જે લોકો ગ્રેજ્યુએટ નથી એમને દરેક પ્રકારની નોકરી બદલવી પડે છે. લી એના ભૂતકાળને અંદર સંઘરીને જીવે છે, એની સાથે ભૂતકાળમાં થયેલી અમુક ઘટનાઓને કારણે એની જિંદગી બદલાઈ ગઈ છે. લી એક એવી વ્યક્તિ છે, જે ખૂબ એકલતાની અંદર જીવે છે. એની સાથે ફરીથી એક એવી ઘટના બને છે જેને લીધે એની જિંદગીમાં ફરી એક વખત પરિવર્તન આવે છે. એ મહેસૂસ કરે છે પણ દિલની અંદર ખામોશ રહીને બધું જ સહન કરવાની જાણે આદત બની ગઈ છે. 








ફિલ્મ ભૂતકાળ અને વર્તમાનકાળ વચ્ચે સરસ રીતે સમતુલ થઈ છે. ઘડીક ભૂતકાળ અને ઘડીક વર્તમાન એ રીતે સ્ક્રીનપ્લે છે. તેમ છતાં ખૂબ સરસ રીતે હેન્ડલ થઈ છે આખી ફિલ્મ. હું ફિલ્મની વાર્તા કહેવા માંગતો નથી. આખી ફિલ્મની અંદર થોડા થોડા સમયે 'સરપ્રાઈઝ એલિમેન્ટ' જોવા મળશે. ફિલ્મ કરતા પણ વધારે રસપ્રદ છે મુખ્ય પાત્ર. કેસી એફ્લેક દ્વારા આ પાત્ર એટલું અફલાતૂન રીતે ભજવાયું છે કે હું ઘણા સીન્સમાં રડ્યો છું, ઘણા બધા એવોર્ડ સમારોહમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ એને ભાગે જ આવ્યો છે, અને ઓસ્કાર માટે પણ એ જ પ્રબળ દાવેદાર મનાય છે. હું અંગ્રેજી અને બીજી ભાષાની ફિલ્મો વિશે વધારે એટલા માટે નથી લખતો કારણ કે મોટાભાગનાં લોકો જેમણે ફિલ્મ ન જોઈ હોય એ લોકો પોસ્ટ વાંચી શકતાં નથી. જો તમને લાગણીશીલ અર્થપૂર્ણ સિનેમા ગમતું હોય અને ફિલ્મની અંદરનાં પાત્રનાં દુ:ખ સાથે તમને દુ:ખની લાગણી થતી હોય તો ફિલ્મ જરૂર જોવી. ઉત્તમ એક્ટિંગ, સરસ સ્ટોરીટેલિંગ અને સિનેમટોગ્રાફી બોનસમાં... 



No comments:

Post a Comment