Friday 9 June 2017

ઈમ્તિયાઝ અલી અને રુમી

ઈમ્તિયાઝ અલી


આ દિગ્દર્શકની ફિલ્મો એટલે જે તમારા હૃદયને સ્પર્શી જાય એ, આથી વિશેષ કંઈ હું કહી શકીશ નહીં. એમની ફિલ્મોમાં અમુક ટેગલાઇન રુમીથી પ્રભાવિત હોય છે એ વિશે આ પોસ્ટ લખેલ છે. ૧૩મી સદીના મહાન પર્શિયન કવિ રુમીનું મૂળ નામ જલાલુદ્દીન મોહમ્મદ રુમી છે, તેમને મેવલાણા રુમી તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ મોટેભાગે રુમી તરીકે જ. રુમીની કવિતાઓ કે અવતરણો એટલા ગાઢ હોય છે કે તેમાંથી ખૂબ જ સુંદર અને ઊંડો મતલબ નીકળી શકે, ઈમ્તિયાઝ અલીની ફિલ્મોની જેમ જ. રુમી વિશે પ્રથમ વખત જાણકારી મળી હતી જ્યારે 'રોકસ્ટાર' ફિલ્મ વિશે જાણ થયેલી. ઈમ્તિયાઝ અલી તો જિંદગી છે મારા જેવા ચાહકો માટે! તો એમની આ ખાસ્સા સમયથી લખી રહ્યો હતો એ પોસ્ટ આજે નવી ફિલ્મનું નામ બહાર આવ્યું છે (જબ હેરી મેટ સેજલ) ત્યારે અગાઉની લખેલી પોસ્ટમાં થોડો ફેરફાર કરીને મૂકી રહ્યો છું... (મેં બધી જ વસ્તુઓ ખૂબ જ ઊંડાણપૂર્વક લખી નથી, કારણ કે અમુક વસ્તુઓ પુનરાવર્તિત થાય છે, માટે માત્ર સારાંશ)  

રુમી

'રોકસ્ટાર' ફિલ્મ શરૂ થાય છે ત્યારે રણબીર કપૂરનાં અવાજમાં જે શબ્દો સાંભળીએ છીએ તે રુમીની રચનાથી પ્રેરિત છે. "પતા હૈ? યહાં સે બહોત દૂર, ગલત ઔર સહી કે પાર, એક મૈદાન હૈ, મૈં વહાં મિલૂંગા તુઝે..."  (જે રણબીરનાં જ અવાજમાં 'મીટિંગ પ્લેસ' નામથી સાઉન્ડટ્રેકમાં પણ છે.) ફિલ્મને અંતે પણ એ જ શબ્દો અંગ્રેજીમાં લખેલ આવે છે. દુનિયાનાં નિયમોથી દૂર ભાગવાની વાત... જોર્ડન (રણબીર કપૂર) અને હીર (નરગિસ ફખરી) ફિલ્મને અંતે એક સફેદ ચાદરની નીચે વાત પણ કરે છે કે એ ચાદર નીચે એમની અલગ દુનિયા છે, જ્યાં કોઈ જ કોર્ટ કેસ નથી, હીરનું લગ્ન નથી, દુનિયાનાં નિયમો પણ નહીં... સાચા અને ખોટાની પેલે પાર, એક અલગ દુનિયા, જે કદાચ મૃત્યુ પછી એક થવાનો પણ સંકેત છે જ. ઈમ્તિયાઝ અલીની 'હાઈવે' ફિલ્મમાં પણ આલિયા ભટ્ટનું પાત્ર વીરા ફિલ્મને અંતે કહે છે કે આ દુનિયા જ્યાં સત્ય અને અસત્ય મિશ્ર છે એવી દુનિયાનો હવે પછી એ ભાગ રહેવા માંગતી નથી, એ પછી એ પરિવાર છોડીને ચાલી નીકળે છે, પોતાની અલગ દુનિયા વસાવવા માટે...














'તમાશા' ફિલ્મની અંદર વાર્તાકાર રણબીર કપૂરનાં પાત્ર વેદને નાનપણમાં વાર્તાઓ કહે છે, ત્યારે પાત્રો અને વાર્તા મિશ્ર કરી દે છે. વેદ એને પૂછે છે ત્યારે વાર્તાકાર તરીકે પિયુષ મિશ્રાનું પાત્ર કહે છે કે, "કહાની કહાની હોતી હૈ, ઔર વહી કહાની હર જગહ ચલતી હૈ..." વેદ પોતાના મનની અંદર સમજે છે કે એ વાત સાચી નથી, યુવાન થયા પછી પણ એ વાત વેદ સમજે તો છે પણ સ્વીકારી શકવાની હિંમત નથી. પોતાની જાત સાથે જ્યારે તારા (દીપિકા પદુકોણ) વેદની ઓળખાણ કરાવે છે ત્યારે વેદ હચમચી જાય છે. એ પછી વેદ શિમલા આવે છે ત્યારે વૃધ્ધ થયેલ વાર્તાકારને પોતાની વાર્તા પૂછે છે, ત્યારે વાર્તાકાર એને કહે છે કે એની જ વાર્તા એ બીજા કોઈને એટલા માટે પૂછે છે કારણ કે એ ડરે છે. પોતાની જિંદગીમાં આપણે શું કરવું જોઈએ, એ આપણને જ ખબર હોઈ શકે. દુનિયાનાં સાચા ખોટા નિયમોની અંદર ફસાઈને વેદ પોતાની અસલી ઓળખ ગુમાવી ચૂક્યો છે, એને ખબર છે કે એની જિંદગીની વાર્તા બીજા લોકો જેવી ન હોઈ શકે. પણ, એ સ્વીકારવાની આખી પ્રક્રિયા આ ફિલ્મની અંદર ઝીલાયેલી છે. 



રુમી


તમાશા ફિલ્મની ટેગલાઇન
રુમીનાં ઉપરનાં ફોટોના અવતરણથી પ્રેરિત


તમાશા


તમાશા



આજે જે ફિલ્મનું નામ બહાર આવ્યું છે તે ફિલ્મનું શીર્ષક પણ નક્કી નહોતું એ પહેલાથી જ રુમીની ટેગલાઇન ફિલ્મ માટે નક્કી થઈ ગઈ હતી. દુનિયાની અંદર ઘણી બધી વખત ઘણી વસ્તુઓ મેળવવાની, ઇચ્છાઓ સંતોષવાની કે સપનાઓ પૂરા કરવાની ઘણા લોકોને હોંશ હોય છે. પણ, એ વસ્તુ નહીં મળે તો? એ સપનાઓ પૂરા નહીં થાય તો? એ કાર્યની અંદર નિષ્ફળતા મળશે તો? આ પ્રકારનાં વિવિધ ભયને કારણે એ વસ્તુઓ મેળવવા માટે યોગ્ય દિશામાં પ્રયાસો થઈ શકતાં નથી. આજે જે ફિલ્મનું નામ બહાર આવ્યું છે તે 'જબ હેરી મેટ સેજલ' પણ એ જ પ્રકારની રુમીની રચનાથી પ્રેરિત ટેગલાઇન ધરાવે છે. "તમે જે પણ મેળવવાની ઇચ્છા રાખો છો, એ વસ્તુ પણ તમને મેળવવાની ઇચ્છા રાખે છે જ." સીધો સાદો અર્થ કરીએ તો તમે જે વસ્તુ/સપનાઓ ઇચ્છો છો, એ વસ્તુ/સપનાઓ પણ તમને ઇચ્છે છે મતલબ કે એ વસ્તુઓ તમે જરૂર મેળવશો જ, એ સપનાઓ જરૂર પૂરા થશે જ! 'જબ વી મેટ' ફિલ્મમાં પણ ગીત (કરીના કપૂર) આદિત્ય (શાહિદ કપૂર) સાથે 'આઓ મિલો ચલે' ગાયન પૂર્ણ થાય છે એ પછી વાત કરે છે ત્યારે કહે છે કે આદિત્ય ખૂબ સુંદર ગાય છે, એણે ગાયક બનવું જોઈએ. આદિત્ય કહે છે કે જે પણ જોઈએ એ બધું જ તો મળતું નથી. ગીત જવાબ આપે છે કે જે પણ ખરા દિલથી ઇચ્છીએ એ જરૂર મળે જ છે. આ સંવાદ પણ થોડોક તો મળતો આવે જ છે નવી ફિલ્મની ટેગલાઇન સાથે! તો રાહ જોવાઈ રહી છે ચોથી ઑગસ્ટ ૨૦૧૭, શુક્રવાર. (ફિલ્મની રિલિઝ થવાની તારીખ એક અઠવાડિયું આગળ ગઈ, વાહ! પહેલા ૧૧ ઑગસ્ટ હતી...) આશા રાખીશ કે ઈમ્તિયાઝ અલી નિરાશ નહીં કરે...  

રુમી

રુમી

જબ વી મેટ


નવી ફિલ્મ - પ્રથમ પોસ્ટર
(આ પોસ્ટરમાં ફિલ્મનું નામ નથી, તે છતાં ટેગલાઇન પહેલેથી જ નક્કી)

આજે રજૂ થયેલ ફિલ્મનું નામ
જબ હેરી મેટ સેજલ
૪ ઑગસ્ટ ૨૦૧૭


ઈમ્તિયાઝ અલી વિશે હું લખતો જ રહીશ, અને જ્યારે પણ કંઈક લખીશ, ત્યારે બ્લૉગ પર જરૂર મૂકીશ, ત્યાં સુધી મેં લખેલી કેટલીક બીજી પોસ્ટ્સ-








No comments:

Post a Comment