કરણ જોહર



કરણ જોહર, એક વ્યક્તિ, એક ડિરેક્ટર, એક લેખક, એક એક્ટર, એક દીકરો, એક પિતા, એક દોસ્ત,... 'કુછ કુછ હોતા હૈ' વિશે લોકો ગમે તે કહે પણ મેં એટલી વખત જોઈ છે કે મને યાદ જ નથી, 'કભી અલવિદા ના કહેના' વખતે પણ હું નવમાં ધોરણમાં હતો, ફિલ્મ વિશે કશું જ ખબર નહોતી તેમ છતાં મારે એ ફિલ્મ જોવી હતી! જેનો શો 'કૉફી વિથ કરણ' મને એટલો હસાવે છે કે ન પૂછો વાત, એ ખુદ કહે છે ફક્ત તમે એક ડિરેક્ટર છો માટે ગંભીરતાનો અંચળો પહેરીને ફરી ન શકો, ઘણી વખતે એમ માનવામાં આવે છે કે ડિરેક્ટર તરીકે તમારા વિશે લોકોમાં એક ગંભીર છાપ હોવી જોઈએ, કરણ આ બધી જ વાતો માનતો નથી. એક વ્યક્તિ જેની કળા વિશે જાણીને મને લાગે છે કે હું એની ફિલ્મોમાંથી કેટલી વસ્તુઓ શીખ્યો છું, મને હમેંશા સ્કૂલ અને કૉલેજમાં કરણનાં ફેન તરીકે ચીડવવામાં આવતો અને મને ક્યારેક ખરાબ પણ લાગતું હતું કે એ લોકોને ન ગમે એમાં હું મારી પસંદ કેમ બદલી શકું? આજે મને સહેજ પણ ફીલ થતી નથી એ જૂની વાતો, કારણ કે હું સમજી શક્યો છું કે અમુક લોકો ક્યારેય કેટલીક વાતો સમજી જ શકતાં નથી અને બીજી એક વાત એ પણ કોઈએ કહી છે કે લોકો એટલું જ સમજે છે જેટલું તેઓ સમજવા માંગે છે, સમજ્યા પછી જો તેમને એ વાત ન પચે કે સ્વીકાર્ય ન હોય તો પણ લોકો એમ જ કહે છે કે મને સમજવું નથી અથવા એ વાત ખોટી! એક માણસની અંગત જિંદગી વિશે તમે એક હદથી વધારે મત ન આપી શકો, જો તમે એ વ્યક્તિને જાણ્યો જ નથી તો! કરણ ઘણી વખત ખોટી જ રીતે વિવાદોમાં ફસાયો છે, એ કહે છે કંઈક અલગ અને લોકો સમજે છે કંઈક અલગ જ! એનો હેતુ કંઈક અલગ હોય છે, લોકોને કંઈક અલગ લાગે છે. એની અત્યાર સુધીની જિંદગી વિશેની બુક 'એન અનસ્યૂટેબલ બોય' મેં જ્યારે વાંચી ત્યારે મને ખાતરી થઈ ગઈ કે આ મારા અને બીજા અમુક લોકો જેવી જ એક વ્યક્તિ છે, જેના વિશે લોકો હમેંશા ગેરસમજો જ કરશે... કરણે બુકમાં એ પણ લખ્યું હતું કે હવે એ ખૂબ જ એકલતા મહેસૂસ કરે છે અને એક પાળેલું પ્રાણી કે બાળકો હવે એની પહેલી અગ્રતા હશે, હું ખુશ છું કે આજની તારીખે એની પાસે બંને છે, (બાળકો- યશ અને રુહી) (પેટ ડૉગ- નોબુ) પોતાના જીવનમાં ખુશ ન રહેતી એક વ્યક્તિ પણ બીજાને ખુશ રાખવા માટે પ્રયત્ન કરે એ ખૂબ મોટી વાત છે, કરણ રિયાલિટી શો જજ તરીકે અને એવોર્ડ શો જજ તરીકે પોતાની જ મજાક બનાવીને બીજાને હસાવે છે! હું આશા રાખીશ કે એની કળામાં મને હમેંશા ખુશી અને દુ:ખની સાથે જિંદગી જડી આવે! હું જેમ જેમ એની ફિલ્મો વિશે લખીશ તેમ તેમ અહીં ઉમેરતો રહીશ, ત્યાં સુધી કરણ જોહર વિશે મારા દ્વારા લખવામાં આવેલી પોસ્ટ્સ ગુજરાતીમાં અને મારા મિત્ર પંકજ દ્વારા લખાયેલી પોસ્ટ્સ અંગ્રેજીમાં...

મારી પોસ્ટ્સ - 


એ દિલ હૈ મુશ્કિલ (૨૦૧૬)

કભી અલવિદા ના કહેના (૨૦૦૬)

એન અનસ્યૂટબલ બોય - કરણ જોહર



****************************

Posts written by Pankaj Sachdeva












No comments:

Post a Comment